Skip to main content
Settings Settings for Dark

આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા-સ્પોર્ટ્સમાં પદક પ્રાપ્ત કરનાર દિવ્યાંગ રમતવીરોને સરકારી સેવામાં નિમણૂંક આપશે

Live TV

X
  • મુખ્યમંત્રીના ખેલકૂદ પ્રેરક આ અભિગમને પરિણામે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પદક પ્રાપ્ત રાજ્યના દિવ્યાંગ રમતવીરોને વર્ગ-૧ અને વર્ગ-૨ની સુનિશ્ચિત જગ્યાઓ ઉપર નિમણૂંક મળશે.

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા-સ્પોર્ટ્સમાં પદક પ્રાપ્ત કરનાર ગુજરાતના દિવ્યાંગ રમતવીરોને સરકારી સેવામાં નિમણૂંક આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ નિર્ણયના પરિણામે હવે પેરા ઓલમ્પિક, કોમનવેલ્થ, પેરા-એશિયન ગેમ્સ જેવા પેરા-સ્પોર્ટ્સમાં પદક-મેડલ પ્રાપ્ત કરનાર દિવ્યાંગ રમતવીરોને સીધી ભરતીથી રાજ્ય સરકારની વર્ગ-૧ અને વર્ગ-૨ સેવામાં નિમણૂંક આપવામાં આવશે. 

     

    આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા-સ્પોર્ટ્સમાં પદક પ્રાપ્ત કરનાર દિવ્યાંગ રમતવીરોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં દિવ્યાંગજનો માટે સુનિશ્ચિત કરાયેલી જગ્યાઓ માટે પૂર્વનિર્ધારિત શરતો અને નિમણૂંક અંગેની કાર્યપદ્ધતિઓને અનુસરીને નિમણૂંક પ્રસ્તાવ અપાશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ગુજરાત ખેલકૂદ નીતિ-૨૦૧૬ અન્વયે રાજ્યના રમતવીરોને પ્રોત્સાહન આપવા ઓલમ્પિક, કોમનવેલ્થ અને એશિયન રમતોમાં મેડલ પ્રાપ્ત કરનાર રમતવીરોને રાજ્ય સરકારની વર્ગ-૧ અને વર્ગ-૨ની સેવામાં સીધી ભરતીથી નિમણૂંક આપવાની નીતિ હાલ અમલમાં છે.

     

    હવે, મુખ્યમંત્રીએ દિવ્યાંગ ખેલાડીઓ-રમતવીરોને પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા-સ્પોર્ટ્સમાં તેમની પદક પ્રાપ્તિની સિદ્ધિઓના પ્રોત્સાહનરૂપે રાજ્ય સરકારની સેવામાં વર્ગ-૧,૨ની દિવ્યાંગો માટે સુનિશ્ચિત જગ્યા ઉપર સીધી ભરતીથી નિમણૂંક આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ખેલકૂદ પ્રેરક આ અભિગમથી રાજ્યમાં દિવ્યાંગ રમતવીરોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરા-સ્પોર્ટ્સમાં પોતાનું કૌવત ઝળકાવવાનું વધું પ્રોત્સાહન મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply