રાજ્યમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો, નવા 41 કેસ, માત્ર 8 દર્દી જ વેન્ટીલેટર પર
Live TV
-
રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,13,583 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,074 થયો છે. રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.69 ટકા થયો છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 41 નોંધાયા છે. જ્યારે આજે એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું નથી. અને 71 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 689 કેસ છે. જેમાંથી 681 લોકોની સ્થિતિ સ્ટેબલ છે.જ્યારે માત્ર 8 દર્દી વેન્ટીલેટર પર છે.
રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,13,583 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુ આંક 10,074 થયો છે. રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.69 ટકા થયો છે.