આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે અમદાવાદ ખાતે ‘Walk For Her‘નું આયોજન, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા રહ્યાં ઉપસ્થિત
Live TV
-
સ્ત્રી એ માત્ર શબ્દ નથી, સૃષ્ટિની સર્જનકર્તા છે. આપણા માટે સ્ત્રીના વિવિધ સ્વરૂપ માતા, દીકરી અને બહેન સિવાયના સમાજજીવનની કલ્પના અશક્ય છે. તેઓએ ‘Walk For Her‘ કાર્યક્રમનું આયોજન કરવા બદલ આશીર્વાદ ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ઓક્સિજન પાર્ક, સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે આયોજિત ‘Walk For Her‘ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હંમેશા મહિલાઓને સશકત કરવા પર ભાર મૂકે છે.
સ્ત્રી એ માત્ર શબ્દ નથી, સૃષ્ટિની સર્જનકર્તા છે. આપણા માટે સ્ત્રીના વિવિધ સ્વરૂપ માતા, દીકરી અને બહેન સિવાયના સમાજજીવનની કલ્પના અશક્ય છે. તેઓએ ‘Walk For Her‘ કાર્યક્રમનું આયોજન કરવા બદલ આશીર્વાદ ફાઉન્ડેશનને અભિનંદન પાઠવી સંસ્થા દ્વારા મોટા પાયે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનીંગ માટે કરાઇ સઘન રહેલા પ્રયાસોને બિરદાવી, આ અંગે સામૂહિક પ્રયાસોથી વધુ જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે કર્ણાવતી મહાનગર ભાજપના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ સહિત ભાજપા આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
