મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તપોવન વિદ્યાવિહારનું ઉદ્ઘાટન
Live TV
-
આ સમારંભમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આધુનિક શિક્ષણની અદ્યતન સુવિધાઓ આપતું આ વિદ્યા સંકુલ શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ આપશે. તપોવન વિદ્યાવિહાર વડાપ્રધાનના 'વિકાસ ભી વિરાસત ભી'ના સૂત્રને ચરિતાર્થ કરે છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં તપોવન વિદ્યાવિહારનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે મુખ્ય દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ વિદ્યાવિહારના વર્ગખંડોની મુલાકાત લીધી હતી.
તપોવન વિદ્યાવિહારના ઉદ્ઘાટન સમારંભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પૂ. આચાર્ય ભગવંત હંસકીર્તિ સૂરિશ્વરજી મહારાજ, ભવ્યકીર્તિ સૂરિશ્વરજી મહારાજની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી. આ સમારંભમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આધુનિક શિક્ષણની અદ્યતન સુવિધાઓ આપતું આ વિદ્યા સંકુલ શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ આપશે. તપોવન વિદ્યાવિહાર વડાપ્રધાનના 'વિકાસ ભી વિરાસત ભી'ના સૂત્રને ચરિતાર્થ કરે છે, એવું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર પ્રતિભાબહેન જૈન, સ્થાનિક ધારાસભ્ય અમિતભાઈ શાહ, અમિત ઠાકર, પૂ. આચાર્ય ભગવંત હંસકિર્તી સૂરિશ્વરજી મહારાજ, ભવ્યકિર્તી સૂરિશ્વરજી મહારાજ સહિતના જૈન સાધુ-સંતો, જૈન અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
