આકસ્મિત સમયે હવે દરિયામાં પણ 108ની સુવિધા મળશે
Live TV
-
108ની બોટ સેવા ઓખા બંદર ખાતે સેવા શરૂ થવા જઈ રહી છે. ત્યારે હવે દરિયાના માછીમારો માટે પણ ઉપયોગી થશે. ટેસ્ટીગ બાદ સેવા ચાલુ થઈ જશે.
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં 108 એમ્બ્યુલન્સ બોટ સુવિધા ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. દ્વારકા જીલ્લાનું બેટ દ્વારકા ટાપુ હોય અને પેસેન્જર બોટ બંધ થતા દુનિયાથી વિખુટુ પડી જાય છે. અને મેડીકલ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ત્યાં વસતા લોકોને ઇમરજન્સી વખતે જાનહાની ભોગવવી પડે છે. અહી ઓખા ખાતે માછીમારી ધંધો હોવાથી માછીમારી બોટોના અકસ્માત વખતે અન્ય બોટોનો સહારો એકમાત્ર વિકલ્પ રહે છે. આ તમામ બાબતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા નવો અભિગમ હાથ ધરાયો છે. 108 એમ્બ્યુલન્સ બોટ સેવા ટુંક સમયમાં કાર્યરત કરવામાં આવનારી છે. હાલ 108 એમ્બ્યુલન્સ બોટ તથા મેડીકલ ડોકટર ટીમ ઓખાના કિનારા પર આવી ચુકી છે. અને ટુંક સમયમાં જ વિધીવત રાતે સેવા શરૂ કરવામાં આવશે. આ અંગે માછીમાર બોટ એસોશીયેશન પ્રમુખ મોહનભાઈ બારાઇ દ્વારા જણાવાયું છે કે 108 એમ્બ્યુલન્સ સેવા શરૂ થતા માછીમાર સમાજમાં ખુશીની લાગણી ફેલાઇ જવા પામી છે. અનેક વખત દરિયાની અંદર માછીમારી કરવા ગયેલ બોટમાં ખલાસી બીમાર પડતા અથવા અકસ્માત થતા સારવાર ન મલતા લોકોને જાનહાની વેઠવી પડતી હતી. પરંતુ આ સેવા શરૂ થતા માછીમાર તથા બેટ દ્વારકામાં વસતા લોકોને સમયસર સારવાર મલતા જાનહાની થતી રોકી શકાશે. જો કે દરિયામાં આ સેવા કેટલા નોટિકલ માઈલ સુધી મળી શકે તે જાણવા મળ્યું નથી પરંતુ ૨૦ નોટીકલ માઈલ સુધી આ સેવા મળી રહે તેવી શક્યતા છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ અધીકારી રાકેશ મીશ્ર્રા દ્વારા જણાવાયું છે કે જીએમબી દ્વારા આ બોટ જીવીકેને ફાળવવામાં આવી છે. જેથી લોક સેવામાં આ સ્પીડ બોટનો ઉપયોગ કરી શકાય. અને આ એમ્બ્યુલન્સ બોટ સેવા શરૂ થવાથી જરૂરીયાત મંદોને ખુબ લાભ થશે.
