આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદની આગાહી
Live TV
-
હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડવાની સંભાવના છે. તો,બીજી તરફ,, પશ્ચિમથી દક્ષીણ -પશ્ચિમના ગરમ પવનના કારણે પવનની ગતી ઘટી છે, અને ફરી અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં ગરમીમાં વધારો થયો છે.
શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 42.4 જયારે લઘુત્તમ તાપમાન 30.4 ડીગ્રી નોંધાયું હતું.. તો સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો હતો. ગાંધીનગરમાં 42.2 અને રાજકોટમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી વચ્ચે જામનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જામજોધપુર પંથકમાં વરસાદ વરસ્યો છે. જામજોધપુર તાલુકાના કલ્યાણપુર અને શેઠવડાલા ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. બપોર બાદ અસહ્ય ઉકળાટ વચ્ચે બંને ગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કલ્યાણપુર ગામમાં શેરીઓમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા.
જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાનું આગમન થયું છે . સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે ગરમી અને અસહ્ય ઉકળાટ અને બફારા બાદ સાયલા શહેરમાં વરસાદનું આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે.
