છોટાઉદેપુર: પ્રગતિશીલ ખેડૂતે ચાર પ્રકારની શક્કર ટેટીની ખેતી કરી બમણી આવક મેળવી
Live TV
-
ગુજરાતમાં ખેડૂતો સરકારની સહાય મેળવી વિવિધ પાકોની ખેતી કરી બમણી આવક કરતા થયા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં બાગાયતી ખેતીની સહાય મેળવી ખેતીમાંથી બમણી આવક મેળવનાર સેગવા સીમળી ગામનાં પ્રગતિશીલ ખેડૂત પ્રકાશ રાઠવાએ ચાર પ્રકારની શક્કર ટેટીની ખેતી કરી બમણી આવક મેળવી છે.
પ્રકાશ રાઠવા અગાઉ અલગ અલગ જાતના તરબૂચની ખેતી કરતા હતાં પરંતુ આ વર્ષે ખેતરમાં નેટ હાઉસ બનાવી શક્કર ટેટીની સફળ ખેતી કરી છે અને તેમાંજ પરા-ગરજની પ્રોસેસ કરી હાથથી ક્રોસિંગ કરી 3 થી 4 ફૂટ Set Up કરે છે. તેમની આ શક્કરટેટી હાલ વડોદરા,અમદાવાદ, ભરૂચ, સુરત, અને આણંદ મોકલાઈ રહી છે.
આદિવાસી વસતિ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં નાયબ બાગાયત દ્વારા બાગાયતી ખેતી કરતા આદિવાસી ખેડૂતોને સતત માર્ગદર્શન આપવામાં આવે છે અને સરકાની સહાયકારી યોજના, ખેડૂતોને મદદરુપ થતાં હાલ ખેડૂતો સારી એવી આવક મેળવી રહ્યા છે.
હાલ શક્કર ટેટીનો પાક તૈયાર થતાં વડોદરા, અમદાવાદ, ભરૂચ, સુરત, અને આણંદ મોકલવામાં આવે છે જેનો પ્રતિ કિલો નો ભાવ 100થી 120 જેટલો મળી રહ્યો છે, અને આ સીઝન દરમિયાન 10 ટન જેટલી શક્કર ટેટી નું ઉત્પાદન થાય તેવી તેમની ધારણા છે.
આદિવાસી વસતિ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં નાયબ બાગાયત દ્વારા બાગાયતી ખેતી કરતા આદિવાસી ખેડૂતોને સતત માર્ગદર્શન આપવામાં આવે છે. જેના પરિપાકરૂપે જિલ્લાના આદિવાસી ખેડૂતો પણ વૈવિધ્યપૂર્ણ પાકોની ખેતી કરી સારૂં વળતર મેળવવામાં સફળ થયા છે.
જિલ્લા બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ છેલ્લા સાત વર્ષથી આધુનિક ઢબે તરબૂચની ખેતી કર્યા બાદ પ્રકાશભાઇ રાઠવાએ આ ચોમાસા દરમિયાન એક એકરમાં લીલી કાકડી અને સફેદ કાકડીનું આધુનિક પ્રધ્ધતી થી વાવેતર કર્યું હતું ખેડૂતોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જિલ્લાના અન્ય ખેડૂતો પણ પ્રકાશભાઇ રાઠવાના ખેતરની મુલાકાત લઇ માર્ગદર્શન મેળવી રહ્યા છે.
