22મી જૂનના રોજ જિલ્લાની દરેક કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યું
Live TV
-
ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના નેજા હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ ગ્રામ્ય દ્વારા આગામી તારીખ 22મી જૂનના રોજ જિલ્લાની દરેક કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનુ આયોજન કરવામાં આવેલ છે.
જેમાં કોર્ટમાં પેન્ડીંગ સમાધાનલાયક ફોજદારી કેસો, નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ અન્વયેના કેસો,, પ્રિ-લીટીગેશનના કેસો તથા અન્ય કેસોનું સુખ:દ સમાધાન કરવામાં આવશે.. તમામ પક્ષકારો,, વકીલો તેમજ જુદી જુદી સંસ્થાના જવાબદાર અધિકારીઓએ આ નેશનલ લોક-અદાલતમાં ભાગ લેવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ ગ્રામ્ય તથા દરેક તાલુકા કાનુની સેવા સમિતિનો સંપર્ક કરવો.
જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ ગ્રામ્યનો સંર્પક નંબર 079- 25626502 છે જેના કોલ કરી પક્ષકાર ઘરે બેઠા લોક અદાલત વિશેની માહિતી મેળવી શકશે.
