ધ્રાંગધ્રા ખાતે પંચશીલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું કરવામાં આવ્યું આયોજન
Live TV
-
આજરોજ ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારના રહીશોને ઘર આંગણે ઉત્તમ સુવિધા સાથે બીમારીનું યોગ્ય નિદાન મળી રહે તે માટેની વ્યવસ્થા સાથે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મેડિકલ કેમ્પમાં અમદાવાદના તજજ્ઞ તબીબોની ટીમ વિનામૂલ્યે સેવા આપવા માટે હાજર રહી હતી. જેમાં જુદા જુદા દર્દીઓને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હ્ર્દયની બીમારી, ચામડીના રોગ, સહિતની બીમારીઓના સારવાર અર્થે તબીબો દ્વારા સચોટ નિદાન કરવામાં આવ્યું હતું.
જેમાં ૨૦૦થી વધુ દર્દીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવી વિનામૂલ્યે મેડિકલ કેમ્પનો લાભ લેવામાં આવ્યો હતો. આ મેડિકલ કેમ્પને ખુલ્લો મૂકવા માટે પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજા, નગરપાલિકા પ્રમુખ સહિત રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
