આગામી તા.૧૪ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં ૧૩મા તબક્કાનું ગુજરાતમાં રાજ્યવ્યાપી આયોજન
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૧૪મી ઓક્ટોબરે તાપીથી અને તા.૧૫મી ઓક્ટોબરે ગીર સોમનાથથી રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે ગરીબ કલ્યાણ મેળાની ૧૨ રાજ્યવ્યાપી શૃંખલાઓમાં કુલ ૧૫૬૭ ગરીબ કલ્યાણ મેળા થકી ૧.૬૫ કરોડ લાભાર્થીઓને રૂ. ૩૪,૫૯૬ કરોડથી વધુ રકમની સાધન-સહાય પૂરી પાડવામાં આવી હતી.
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, આગામી તા.૧૪ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનાં ૧૩માં તબક્કાનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૧૪મી ઓક્ટોબરે તાપીથી અને તા.૧૫મી ઓક્ટોબરે ગીર સોમનાથથી રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવશે. તે ઉપરાંત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રીઓ તથા પદાધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
પ્રવક્તા મંત્રી વાઘાણીએ કહ્યુ છે કે, રાજ્ય સરકારની વિવિધ વ્યકિતલક્ષી સહાયના લાભો ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ દ્વારા લાભાર્થીઓને એક જ સ્થળે પુરા પાડવા અને જરૂરિયાતમંદોને લાભો પહોંચે તે માટે વચેટિયાઓને દૂર કરી સીધા પારદર્શી રીતે લાભો મળી રહે તે હેતુસર વર્તમાન પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૯-૧૦થી ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરાવી આ નવતર અભિગમ વિકસાવ્યો હતો. અત્યાર સુધી ૧૨ તબક્કાઓનું આયોજન થઈ ચૂક્યું છે. જેમાં કુલ ૧૫૬૭ ગરીબ કલ્યાણ મેળાઓ થકી ૧.૬૫ કરોડ લાભાર્થીઓને રૂ. ૩૪,૫૯૬ કરોડથી વધુ રકમની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે. આ ૧૩માં તબક્કામાં લાભાર્થીઓ-દરિદ્રનારાયણને કરોડો રૂપિયાના સાધન-સહાય અને વ્યક્તિગત સહાયનું રાજ્યવ્યાપી વિતરણ થવાનું છે. ૩૩ જિલ્લાઓમાં ૩૭ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાઓમાં અપાતી સાધન સહાયમાં મળતા સાધનો ગુણવત્તાયુક્ત પુરા પાડવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા મુખ્યમંત્રી કક્ષાએથી સંબંધિતોને સુચનાઓ આપવામાં આવી છે.પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અંતર્ગત વિવિધ કેટેગરીમાં ગુજરાતના પાંચ મહાનગરોની પસંદગી થઇ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા સંબંધિત થયેલી કામગીરી અને જનજાગૃતિ કાર્યક્રમોને પરિણામે આ સિધ્ધી હાંસલ થઇ છે અને સમગ્ર ગુજરાત માટે આ ગૌરવની બાબત છે. ભારત સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા શહેરોમાં કાયમી સ્વચ્છતા રહે તે માટે સ્વચ્છ સર્વેક્ષણ સ્પર્ધાનું આયોજન સમગ્ર ભારતમાં ક૨વામાં આવે છે. ભા૨ત સ૨કારના નિયુકત થર્ડ પાર્ટી એજન્સી દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨, ગાર્બેજ ફ્રી સીટી રેટીંગ તેમજ સફાઇ મિત્ર સુરક્ષા ચેલેન્જ સ્પર્ધાનું દેશભ૨ના ૪,૩૫૪ શહેરોમાં સર્વે કરાયો છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની અધ્યક્ષતામાં સ્વચ્છ અમૃત્ત મહોત્સવ એવોર્ડ સેરેમનીનું આયોજન કરાયું હતુ.
મંત્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ અમૃત્ત મહોત્સવ-૨૦૨૨ અંતર્ગત ગુજરાતની સુરત મહાનગરપાલિકાને દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે જે એવોર્ડ મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાને ગાર્બેજ ફ્રી સીટી (GFC)ની રેન્કિંગમાં ૫ સ્ટા૨ રેન્કિંગનો એવોર્ડ, ઇન્ડિયન સ્વચ્છતા લીગમાં સમગ્ર ભારતમાંથી “મોસ્ટ ઇમ્પેકટ ક્રિએટર” શહેરનું પ્રમાણપત્ર પણ એનાયત થયું છે.ગાંધીનગર મહાનગ૨પાલિકાને ઈન્ડિયન સ્વચ્છતા લીગમાં સમગ્ર ભારતમાંથી “સ્પેશિયલ મેન્શન” શહેરનું પ્રમાણપત્ર મળ્યું છે. તે ઉપરાંત અમદાવાદ મહાનગ૨પાલિકાને ૪ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં ભારતમાં સૌથી સ્વચ્છ શહેરનો પ્રથમ પુરસ્કાર મળ્યો છે. રાજકોટ મહાનગ૨પાલિકાને સેલ્ફ સસ્ટેનેબલ બીગ સીટીનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત ગાર્બેજ ફ્રી સીટી માટે વડોદરા, જામનગર, ગાંધીનગ૨, રાજકોટ મહાનગરપાલિકાને ૩ સ્ટાર બિરુદ મળ્યું છે. અમદાવાદ કાન્ટોનમેન્ટ બોર્ડને દેશનું બીજા નંબરનું સૌથી સ્વચ્છ કન્ટોન્મેન્ટ બોર્ડનો એવોર્ડ મળ્યો. તેમજ 3 સ્ટારનું બિરુદ પણ મળ્યું છે. આ સિવાય ભાવનગ૨ મહાનગ૨પાલિકા, તરસાડી અને વિસાવદર નગ૨પાલિકાને ૧ સ્ટારનું બિરુદ પ્રાપ્ત થયું છે.
