Skip to main content
Settings Settings for Dark

વીસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ આપ્યું રાજીનામું

Live TV

X
  • 87-વીસાવદર મતવિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ આજે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને  ધારાસભ્યપદેથી  રાજીખુશીથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.

    હર્ષદ રીબડિયાના ધારાસભ્ય પદ પરથી રાજીનામાં બાદ ગુજરાત વિધાનસભા સચિવાલય તરફથી નોટિફિકેશન બહાર પાડી જણાવવામાં આવ્યું છે કે 87-વીસાવદર મતવિસ્તારથી ચૂંટાઈ આવેલા ગુજરાત વિધાનસભાના સભ્ય હર્ષદકુમાર માઘવજીભાઈ રીબડિયાએ તારીખ 04-10-2022ના રોજ અધ્યક્ષને સંબોધીને સ્વહસ્તે કરેલા લખાણથી પોતાની બેઠક પરથી રાજીનામું આપ્યું છે. જે અધ્યક્ષે 04-10-2022 (બપોર બાદ)ની અસરથી સ્વીકાર્યું હોવાથી, ભારતના બંધારણના અનુચ્છેદ 190(3)(બી) અન્વયે 04-10-2022ના બપોર પછી  તાત્કાલિક અસરથી તેઓની બેઠક ખાલી પડી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply