Skip to main content
Settings Settings for Dark

આગામી દિવસોમાં વાદળછાયું અને વરસાદ વાળું વાતાવરણ રહેવાની હવામાન ખાતાની આગાહી

Live TV

X
  • રાજ્યમાં ગઇકાલે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મોટા ભાગના જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાબરકાંઠા, બોટાદ, જૂનાગઢ અને જામનગર સહિતના અનેક જિલ્લાઓમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું.

    જે દરમિયાન સુરેન્દ્રનગર, પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં કેટલીક જગ્યાએ વરસાદી છાંટા જોવા મળ્યા હતા. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, પશ્ચિમી વિક્ષેપોને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. 

    હજુ બે ચાર દિવસ આ પ્રકારની પરિસ્થિતિ રહેશે, ત્યાર બાદ ગરમીનો પારો ઊંચો જવાની શક્યતા છે. જિલ્લામાં કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડવાની શક્યતા હોવાથી ઉનાળુ પાકને તેમજ કેરીના પાકને નુક્સાન થવાની શક્યતાઓ રહેલી છે.આજે દક્ષિણ ગુજરાતનના વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા,તો સાથે ઠંડા પવનો પણ ફૂંકાયા હતા.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply