Skip to main content
Settings Settings for Dark

તાપી જિલ્લામાં યોજાતો મેળો,આસ્થા અને રોજગારી માટે દેશમાં છે જાણીતો

Live TV

X
  • તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડામાં પાટીમાતાનો મેળો વર્ષોથી ભરાતો આવ્યો છે, હનુમાન જયંતિથી શરૂ થતો આ મેળો આ વિસ્તાર માટે ખાસ આકર્ષણના કેન્દ્ર સમાન છે, પાટી માતાજીના મંદિરે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી વેપાર ધંધો કરવા આવતા વેપારીઓ સહિત લાખોની સંખ્યામાં ભાવિકો મેળામાં ઉમટી પડે છે. અહીં ગુજરાતના જ નહીં, પરંતુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના લોકો આવી મેળામાં આનંદ માણવાની સાથે ખેતી લક્ષી ઓજારો, બળદ અને બળદ ગાળાની ખરીદી કરીને કૃષિ કાર્યમાં જોતરાઈ જાય છે. ત્રણ રાજ્યના ખેડૂતો માટે આ મેળો ઘણો જ મહત્વનો સાબિત થઈ રહ્યો છે. જે માતાજીની સાથે જોડાયેલ આસ્થાની સાથે ધંધો વેપાર માટેનું પણ એક કેન્દ્ર સાબિત થઈ રહ્યો છે.

    ગુજરાતના તાપી જિલ્લા ની વાત કરી એતો વર્ષ 2007 માં, અગાઉના સુરત જિલ્લાથી અલગ થયેલા કેટલાક તાલુકાઓના સંકલન થકી તાપી જિલ્લાની રચના કરવામાં આવી હતી. વ્યારા તાપી જિલ્લાનુ મુખ્ય મથક છે, જેમાં સાત તાલુકાઓ – વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ, ડોલવણ, કુકરમુંડા અને નિઝર સામેલ છે.

    તાજેતરમાં 2007 માં 27 મી સપ્ટેમ્બર, સુરત જિલ્લાના વિભાજનના પરિણામે, બે નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા: સુરત અને તાપી. વ્યારા તાપી જિલ્લાનુ મુખ્ય મથક બન્યુ અને સુરત સુરત જીલ્લાનું મુખ્ય મથક બન્યુ. તાપીનું સ્થાન દક્ષિણ ગુજરાતમાં છે, મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા સાથે તેની સરહદો જોડાયેલ છે. વ્યારા, સોનગઢ, વાલોડ,ઉચ્છલ, ડોલવણ, કુકરમુંડા, નિઝર તાપીના સાત તાલુકા તરીકે સૂચિબદ્ધ છે. વડોદરા રાજ્યના ગાદીપતિ સયાજીરાવ ગાયકવાડે વ્યારા નગર (હાલ તાપી જિલ્લાના મુખ્યમથક) પર શાસન કર્યું.

    અહી મુખ્યત્વે ચૌધરી, પટેલ, ગામિત, શાહ, દેસાઈ, પંચોલી, પંચાલ, રાણા, બ્રાહ્મણ જાતિના લોકો વસવાટ કરે છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી (2004 માં મૃત્યુ પામ્યા) નો જન્મ તાપી જીલ્લામા થયો હતો. તાપી જીલ્લામાં ગાઢ વાંસ સાથે ગાઢ જંગલો છે. પર્યટનના સ્થળોમાં સોનગઢનો કિલ્લો, હિન્દુસ્તાન બ્રિજ, ડોસવાડા ડેમ, તાપી નદી, ઉકાઈ ડેમ તથા ગૌમુખનો સમાવેશ થાય છે. સુરેશ જોશી (લેખક) તાપી જીલ્લાના જાણીતા વ્યક્તિઓ પૈકી એક છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
apply