રાજયની ત્રણ શ્રેષ્ઠ ઔધોગિક તાલીમ સંસ્થાઓને મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે પારિતોષિક એનાયત
Live TV
-
રોજગાર અને તાલીમ, ગાંધીનગર દ્વારા રાજયમાં કાર્યરત સરકારી ઔધોગિક તાલીમ સંસ્થાઓને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પારિતોષિક રોકડ એનાયત કરવામાં આવે છે. આજરોજ આ ઇનામ વિતરણ સમારંભ રોજગાર વિભાગના મંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયો હતો. નિયામકશ્રી, રોજગાર અને તાલીમ દ્વારા રાજયની ત્રણ શ્રેષ્ઠ ઔધોગિક તાલીમ સંસ્થાનો સર્વે કરવા માટે નાયબ નિયામક( તાલીમ ) દ્વારા આચાર્યશ્રીઓની એક કમિટીની રચના કરવામાં આવે છે. આ કમિટી દ્વારા પારિતોષિક એનાયત કરવા અંગેના માપદંડો નક્કી કરવાામાં આવે છે. જેને ઘ્યાને લઇ રાજયમાંથી ત્રણ ઔધોગિક તાલીમ સંસ્થાની પસંદગી કરવામાં આવે છે. પસંદ કરેલ ઔધોગિક તાલીમ સંસ્થાઓને પારિતોષિક પેટે મળેલ પુરસ્કર્ત રકમનો ઉપયોગ સંસ્થાના વિકાસના કામો માટે કરવાનો હોય છે.
કમિટી દ્વારા વર્ષ- ૨૦૨૧- ૨૨માં ઔધોગિક તાલીમ સંસ્થા પાલનપુરને પ્રથમ ક્રમે, બિલીમોરાને દ્રિતિય ક્રમે અને ઉત્તરસંડાને તૃત્તીય ક્રમ માટે પસંદગી કરવામાં આવી છે. આજરોજ મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે પાલનપુર ઔધોગિક તાલીમ સંસ્થાને રૂપિયા ૧૧ લાખ અને બિલીમોરાને રૂપિયા ૯ લાખ અને ઉત્તરસંડાને રૂપિયા પાંચ લાખ ની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.