Skip to main content
Settings Settings for Dark

દાહોદ ખાતે આદિવાસી મહાસંમેલનમાં પ્રધાનમંત્રીએ કર્યું 22000 કરોડની યોજનાઓનું લોકાર્પણ

Live TV

X
  • આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે, સર્વાંગી વિકાસ અને આદિવાસીઓને મુખ્ય ધારામાં જોડવા, આત્મનિર્ભર બનાવવા સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. 

    આજ રોજ દાહોદને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે  અને ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં 20,000 કાર્યોનો શિલાન્યાસ, 550 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત 1419 કરોડના કાર્યોનું લોકાર્પણ એમ કુલ 21,969 કરોડના પ્રકલ્પોની ભેટ આપવામાં આવી.

    પ્રધાનમંત્રીએ કહ્યું કે આદિવાસીઓ પાસેથી હું ઘણું શીખ્યો છું. આપણે જ્યાં રહીએ છીએ તેનો પ્રભાવ આપણા જીવન પર પડે છે. ઉંમરગામથી અંબાજી સુધીનું આદિવાસી ક્ષેત્ર મારું કાર્ય ક્ષેત્ર રહ્યું છે. અહીંના માતાઓ, ભાઈઓ બહેનોએ મને જે શીખવ્યું છે તેના દ્વારા આપના  માટે કંઈ ને કંઈ કરવાની પ્રેરણા તેમણે આપી છે. દાહોદના પુરા ક્ષેત્રમાં ખૂબ લાંબા સમય સુધી મેં સમય વિતાવ્યો છે. સરકાર બહેન દીકરીઓ માટે સેવા ભાવથી કામ કરી રહી છે. 'આદિવાસી ભાઈઓ બહેનોનું જીવન પાણી જેવું પવિત્ર અને નવી કૂંપળો જેવું સૌમ્ય' હોય છે.   

    પ્રધાનમંત્રી દ્રારા 22000થી વધુ યોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જેમાં પાણી અને સ્માર્ટ સીટી માટેની યોજના છે. દાહોદ હવે 'મેકિન ઇન્ડિયા' માટેનું મોટું હબ બનશે. દાહોદમાં 20 હાજર કરોડના લોકોમોટિવ કારખાના બનશે. દેશમાં જ બનેલા ઇલેક્ટ્રિક લોકોમોટિવની માંગ દુનિયામાં વધી રહી છે.

    દાહોદ ખાતે 1926માં સ્થપાયેલ સ્ટીલ લોકોમોટિવ હવે, બનશે 9000 હોર્સ પાવર સાથે ઇલેક્ટ્રિક લોકોમોટિવ એકમ. આ પ્રોજેક્ટથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10,000થી વધુ લોકોને રોજગારી મળશે. 

    પ્રગતિના રસ્તામાં આપણી માતાઓ બહેનો પણ બરાબર ખભે ખભો મિલાવીને આગળ વધે, એમની સુખાકરી વધે તેવું કામ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઘેર ઘેર નળથી જળ પહોંચાડવું છે. દરેક ઘરમાં પાણી પહોંચેં તે લક્ષ્યાંક છે. આવનારા દિવસોમાં આ કામ તેજીથી ચાલશે. આદિવાસીઓને વીજળી, પાણી, ચૂલો, વેલનેસ હોસ્પિટલ રસ્તા મળે આ માટે ભારત અને રાજ્ય સરકાર ખભે ખભો મિલાવીને કામ કરી કરી રહી છે. આદિવાસીઓ કેમિકલથી મુકત અને પ્રાકૃતિક ખેતી કરી પોતાની ઉપજ ડબલ ભાવે વેચે છે. આદિવાસી શરૂઆત કરે ત્યારે બધાએ શરૂઆત કરવી જ પડે. 

    સિકલસેલની બિમારી માટે વૈજ્ઞાનિકો કામ કરી રહ્યાં છે. આ અંગે સંશોધનો ચાલી રહ્યાં છે.

    મારું સપનું હતું કે આદિવાસી દીકરા દીકરીઓ શાળાએ જાય ડૉક્ટર બને વૈજ્ઞાનિક બને. દરેક આદિવાસી તાલુકાઓમાં એક એક વિજ્ઞાનની શાળાઓ બની છે. દરેક જિલ્લામાં એકલવ્ય શાળા અને તેમાં આધુનિકમાં આધુનિક શિક્ષણ મળે તવી કામગીરી થઈ રહી છે. આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજો, નર્સિંગ કોલેજો અને એન્જીનિયરીંગ કોલેજો શરુ કરવામાં આવી છે. 

    આદિવાસી બહેનોને 108ની સેવાઓ પણ આપવામાં આવી. પંચમહાલની ડેરીએ પશુપાલનને લીધે નામ મેળવ્યું છે. ગામે ગામ સખીમંડળો સ્થપાયા અને એનો લાભ સેંકડો હજારો આદિવાસી કુટુંબોને મળી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આઝાદીના પંચોતેર વર્ષ માનવી રહ્યાં છીએ ત્યારે 75 તળાવો બનાવીશું તો વરસાદનું પાણી સંગ્રહ કરી આખો પટ્ટો પાણીદાર બનશે. 
    દાહોદ સિટીને સ્માર્ટ સીટી બનાવતા વધુ નવા પાંચ પ્રકલ્પો જેવા કે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ  (વરસાદી પાણીનો સંગ્રહ), સોલિડ વેસ્ટ કલેક્શન, સ્ટ્રોમ  વોટર ડ્રેનેજ, સીવરેજનો સમાવેશ થાય છે. 

    175 કરોડના ખર્ચે દાહોદ અને પંચમહાલમાં 9770 નવા આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. દાહોદ અને પંચમહાલ જિલ્લામાં 123 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો જેમાં દાહોદમાં આંગણવાડીઓ, જેટકો સબસ્ટેશન, કાલોલ પંચમહાલમાં અંડરગ્રાઉન્ડ, દાહોદ પંચમહાલમાં એમિનિટી સેન્ટર, હાલોલ પંચમહાલમાં જીબીસીપી બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું . 5 લાખ ઘરોમાં નળથી જળ પહોંચાડ્યું છે. દાહોદના 285 ગામોને પીવાના પાણીની સરકાર આદિવાસીઓના વિકાસ માટે  સતત પ્રયત્નશીલ છે.

    આ માંગને પુરી કરવામાં દાહોદ મહત્વની ભૂમિકા ભજવશે.  એકે નવું દાહોદ બનશે. ભૂતકાળમાં ના જોયો હોય એવો જનસમુદાય આજે જોવા મળ્યો છે.  

    1857ના સંગ્રામમાં આદિવાસીઓએ જંગ છેડ્યો હતો. માનગઢમાં ગુરુ ગોવિંદનું સ્મારક અને તેમનું સ્મરણ કરવાનું કામ આ સરકારે કર્યું છે. કોઈ આદિવાસી વિસ્તાર એવો નહતો કે જ્યાં આદિવાસીઓ તીર  કામઠા લઈને જંગમાં ના ઉતર્યા હોય. જલિયાવાલામાં થયેલા હત્યાકાંડ જેવો જ હત્યાકાંડ આપણા આદિવાસીઓ સાથે પણ થયો હતો. શાળાઓમાં  વીરોનાં બલિદાન માટેના નાટકો લખાય અને ભજવામાં આવે તો નવી પેઢીને ઇતિહાસ જાણવા મળે.  

    આ પ્રસંગે ગુજરાત સરકાના મંત્રીગણ પણ ઉપસ્થિતિ રહ્યાં. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply