રાજકોટ જિલ્લામાં GSSSB દ્વારા યોજાનાર પરીક્ષાઓના સુચારું આયોજન માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
Live TV
-
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર બિન સચિવાલય ક્લાર્ક તથા સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ -3 ની પરીક્ષા તા. 24 એપ્રિલનાં રોજ લેવાનાર છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં સુચારું આયોજન માટે કલેક્ટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.
રાજકોટમાં કુલ 180 શાળા-કોલેજોમાં પરીક્ષાનાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેમાં કુલ 51,720 ઉમેદવારો પરીક્ષા આપવાનાં છે. આ પરિક્ષા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે લેવાય, તે હેતુથી સંબંધિત અધિકારીઓને કલેકટર દ્વારા માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકનું સમગ્ર સંચાલન નિવાસી અધિક કલેકટર કેતન ઠકકર દ્વારા કરાયું હતું.
આ બેઠકમાં રાજકોટ પોલીસ અધિક્ષક જયદીપ સિંહ રાઠોડ, મદદનીશ મ્યુનિસિપલ કમિશનર પી.કે સિંઘ, ડે. પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર, પ્રાંત અધિકારીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારી ભરત કૈલા તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
