આગામી બે દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી
Live TV
-
રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટતા લોકોએ કંઈક અંશે રાહત મેળવી છે. પરંતુ આગામી બે દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે માત્ર મહિસાગર અને દાહોદમાં છૂટો છવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. છેલ્લાં 24 કલાકમાં કુલ 50 તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો..
જેમાં સૌથી વધુ ભરુચના વાલિયામાં 111 મિલી મીટર વરસાદ પડ્યો હતો..રાજ્યમાં સામાન્ય વરસાદ કરતા 51 ટકા વધુ વરસાદ નોંધાયો છે.જેમાં સૌરાષ્ટ્ર તરફ 83 ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતનાં કેટલાક ભાગોમાં તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.
