ગુજરાતના સૌથી મોટા ‘તરણેતરના મેળા’માં ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન
Live TV
-
વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળામાં 3 દિવસના ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થયું. જેમાં ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ રમતોમાં રાજ્યના રમતવીરોએ ભાગ લીધો હતો. ખેલાડીઓ માટે લાંબી કુદ, ટુંકી દોડ,લાંબી દોડ,ગોળા ફેંક અને લંગડીની સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી.
તો નારીયેળ ફેંક, માટલા દોડ, વોલીબોલ અને કબડ્ડી માટેની સ્પર્ધામાં પણ ખેલાડીઓ ઉત્સાહથી જોડાયા હતા. તો ખાંડના લાડવા ખાવાની હરીફાઇ, સાતોડીની સ્પર્ધા પણ રસપ્રદ બની રહી હતી. જિલ્લા રમત ગમત અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રામિણ ઓલિમ્પિકમાં એવી રમતો છે, જે ભૂલાઈ ગઈ છે, પરંતુ મેળાના આયોજનમાં આવી ઘણી રમતોને પણ પ્રોત્સાહન મળે છે.
