Skip to main content
Settings Settings for Dark

BSFએ મેડી ક્રિકમાંથી શંકાસ્પદ માદક દ્રવ્યોના 11 પેકેટો કબજે કર્યા

Live TV

X
  • કચ્છ જિલ્લામાં આજે બીએસએફ એ ભુજના જખૌ ના દરિયા કિનારે આવેલા એક દૂરના ટાપુ પરથી શંકાસ્પદ માદક દ્રવ્યોના 11 પેકેટ જેનું વજન આશરે વજન 11 કિલો થાય છે. આ જથ્થો કબ્જે કર્યો છે.

    કચ્છના દરિયાકાંઠેથી માદક પદાર્થના બિનવારસુ પેકેટો મળવાનું ફરી શરુ થઇ ગયું છે.ગત 17 ઓગષ્ટના કુંડીબેટમાં સર્ચ દરમિયાન બીએસએફને બે પેકેટ મળ્યા હતા.એ સમય બાદ ભારે વરસાદ અને વાવાઝોડાના પવનમાં વધુ પેકેટની શક્યતા હોતા 18 બોટલિયનના જવાનોને મેડી ક્રિક પરથી માદક પદાર્થના 10 પેકેટ અને એક પ્લાસ્ટિકના બોક્સ વાળું પેકેટ મળી આવ્યું છે.

    શુક્રવારે બટાલિયનના જવાનો મેડી ક્રિક વિસ્તારમાં સર્ચ કરી રહ્યા હતા.બપોરના એક સાથે 10 પેકેટ જવાનોને હાથ લાગ્યા હતા. તેમજ અન્ય એક પ્લાસ્ટિકનું બોક્સ વાળું પેકેટ મળ્યું હતું. અલગ જ પેકેટ લાગતા એ શંકાસ્પદ હોઈ એફએસએલ રીપોર્ટ બાદ તેમાં શું છે તે જાણવા મળશે અને વધુ પેકેટની શક્યતાઓ જોતા સાંજ સુધી સર્ચ કરવામાં આવ્યું હતું. જોકે 10 પેકેટ ચરસના અને એક શંકાસ્પદ પ્લાસ્ટિકનું બોક્સ સિવાય અન્ય કોઈ પેકેટ મળ્યું ન હતું.જેને કેમ્પમાં લાવીને ભુજ રવાના કરવાની બીએસએફએ કાર્યવાહી કરી હતી.જૂન 2024થી આજદિન સુધી બીએસએફએ જખૌના દરિયા કિનારે તથા વિવિધ ટાપુઓ પરથી કુલ 261 શંકાસ્પદ દ્રવ્યોના પેકેટ જપ્ત કર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply