આગામી વર્લ્ડકપ માટેની મેચો અમદાવાદમાં રમાશે જેના અનુસંધાને પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું
Live TV
-
આગામી વર્લ્ડકપની પાંચ મેચો અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ અંગે અમદાવાદ પોલિસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે.
જેમાં જનપથ સ્ટેડિયમના મેઈન ગેટથી કૃપા રેસીડેન્સિટી અને મોટેરા ટી સુધીનો માર્ગ અવરજવર માટે સવારે 11 વાગ્યા થી મોડી રાત સુધી બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત મેચ દરમિયાન ટુ વ્હીલર માટે 4 પાર્કિંગ પ્લોટ અને ફોરવ્હીલર માટે 11 પાર્કિંગ પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ટ્રાફિક બંદોબસ્ત માટે ટ્રાફિકના એડિશનલથી લઈને ત્રણ ડીસીપી સહિત પીઆઇ અને પીએસઆઇ સહિત આશરે 1200 થી 1300 કર્મચારીઓને ક્રેન અને ઇન્ટર સેકટર ગાડીઓ સાથે બંદોબસ્તમાં રાખવામાં આવ્યા છે.
