રાજ્યમાં ખનિજ કામગીરી સાથે સંકળાયેલા વાહનોની નોંધણી કરી ‘વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ’-VTD લગાવવાની મુદતમાં એક માસનો વધારો કરાયો
Live TV
-
રાજ્યમાં ખનિજ કામગીરી સાથે સંકળાયેલા વાહનોની નોંધણી-રજિસ્ટ્રેશન કરીને ‘વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ’- VTD લાગાવવાની મુદ્દત તા. ૦૧ નવેમ્બર-૨૦૨૩ સુધી એટલે કે એક માસ વધારવામાં આવી છે.
રાજ્યમાં ખનિજ કામગીરી સાથે સંકળયેલા તમામ વાહનોની નોંધણી-રજિસ્ટ્રેશન કરીને ‘વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ’-VTD લગાવાનું ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં એન્ડ-યુઝર રજિસ્ટ્રેશન અંતર્ગત ‘વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ’ લગાવવાની કામગીરી 60 દિવસમાં એટલે કે તા. 30 સપ્ટેમ્બર-2023 સુધીમાં પૂર્ણ કરવાની હતી. પરંતુ, આ અંગે વિવિધ એશોસિએશન તરફથી મળેલી રજૂઆતોને ધ્યાને લઈ VTD લગાવવાની મુદ્દત તા. 01નવેમ્બર-2023 સુધી વધારવામાં આવી છે તેમ, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરશ્રી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
