Skip to main content
Settings Settings for Dark

વનડે વર્લ્ડકપની મેચને ધ્યાનમાં રાખી અમદાવાદ મેટ્રો ટ્રેનનો સમય લંબાવવામાં આવ્યો

Live TV

X
  • ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા તથા પ્રવાસીઓની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે.

    આગામી વનડે વર્લ્ડકપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. જેને ધ્યાનમાં રાખી અમદાવાદ મેટ્રો ટ્રેનનો સમય લંબાવવામાં આવ્યો છે. એટલે કે, 5 ઓક્ટોબર, 14 ઓક્ટોબર, 4 નવેમ્બર, 10 નવેમ્બર અને 19 નવેમ્બરના દિવસે મેટ્રો ટ્રેનની સેવા રાત્રે 1 વાગ્યા સુધી ચાલુ રહેશે. ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા તથા પ્રવાસીઓની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓ મેચના દિવસે રાત્રે 10 વાગ્યા પછી પણ કોઈ પણ સ્ટેશન સુધીના પ્રવાસ માટે 50 રૂપિયાના નિશ્ચિત દરે ટિકીટ ખરીદી શકશે. બીજી તરફ વર્લ્ડકપની પહેલી મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂ ઝિલેન્ડ વચ્ચે 5 ઑક્ટોબરે અમદાવાદમાં રમાશે. તેને ધ્યાનમાં રાખી ઇંગ્લેન્ડની ટીમ ગાંધીનગર લીલા હોટેલ ખાતે પહોંચી ગઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply