Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે નાગરિકો સાથે મુલાકાત કરશે

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા. 2 ઓક્ટોબરની જાહેર રજાની અવેજીમાં નાગરિકો સાથે 5 ઓક્ટોબર, ગુરુવારે મુલાકાત કરશે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5 ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ગુરુવારે નાગરિકો સાથે મુલાકાત કરવાનો નિર્ણય કર્યો છે. સામાન્યતઃ અઠવાડિયાના પ્રથમ બે દિવસે એટલે કે, સોમવાર અને મંગળવારે નાગરિકો મુખ્યમંત્રીને કોઈપણ પૂર્વનિર્ધારિત એપોઈન્ટમેન્ટ સિવાય મળી શકતા હોય છે. ઓક્ટોબર 2023ના પ્રથમ સોમવારે તારીખ 2 ઓક્ટોબરે ગાંધી જયંતિની સરકારી કચેરીઓમાં જાહેર રજા હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ જાહેર રજાને કારણે નાગરિકોને રાબેતા મુજબ મળી શક્યા ન હતાં. જેથી મુખ્યમંત્રીએ તેમને મળવા આવતા નાગરિકોની સુવિધા માટે નિર્ણય કર્યો છે કે, ગત સોમવારે બીજી ઓક્ટોબરની જાહેર રજાની અવેજીમાં હવે આગામી ગુરૂવાર 5 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે તેઓ નાગરિકો સાથે મુલાકાત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply