Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલાયન્સ ઇન્ડસ યુએસ- ઇન્ડિયા કોર્પોરેટ ગવર્મેન્ટ સમિટનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે સાન ફ્રાન્‍સિસ્કો કેલિફોર્નિયામાં આયોજિત અલાયન્‍સ ઈન્‍ડસ યુ.એસ. ઇન્ડિયા કોર્પોરેટ ગવર્મેન્ટ સમિટનું ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લીડરશીપમાં ગુજરાત  યોગ્ય નિતિ નિર્ધારણ અને ગુડ ગવર્નન્સ દ્વારા ભારતનું અગ્રણી ઔદ્યોગિક રાજ્ય બન્યું છે. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે તથા રાજ્ય સરકાર ઇન્ડસ્ટ્રીઝ, ગ્રીન એનર્જી અને તે માટેની ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યરત છે. ભારત સરકારના આયુષ વિભાગના મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, અમેરિકન કોંગ્રેસના સદસ્યો, કેલિફોર્નિયા સ્ટેટ કેબિનેટના સભ્યો, ડિપ્લોમેટિક મિશન અને કોન્સ્યુલેટ જનરલ ઇન્ડિયાના પ્રતિનિધિઓ તેમજ કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણીઓ આ સમિટમાં જોડાયા હતા. આ સમિટનાં ઉદઘાટન સત્રમાં સંબોધન કરતાં મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ગુજરાતની વિવિધ ક્ષેત્રની ઉલ્લેખનીય સિદ્ધિઓનો ભારપૂર્વક ઉલ્લેખ કર્યો હતો. ભારતના એક્સપોર્ટમાં ગુજરાતનું યોગદાન તેમજ રાજ્યનો મજબૂત આર્થિક વિકાસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટનો ચિતાર તેમણે આપ્યો હતો. દેશની GDPમાં ગુજરાતનું યોગદાન ૮ ટકા અને ઈન્‍ડસ્ટ્રીયલ આઉટપુટમાં ૧૮ ટકા રહ્યું છે તેની પણ ભૂમિકા તેમણે આપી હતી. મુખ્યમંત્રીએ આગામી સમયમાં જાહેર થનારી સોલાર એનર્જી પોલિસીની વાત કરી હતી અને હાઇડ્રોજન એનર્જી ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવવા માટેનો રોડ મેપ વર્ણવ્યો હતો. વધુમાં મુખ્યમંત્રીએ ભારત અને અમેરિકાના ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ સંબંધોને વધુ મજબૂત કરવા આગામી ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં સહભાગી થવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું.
    આ સમિટમાં સિલિકોન વેલી અને ઇમર્જીંગ માર્કેટ વચ્ચેના સહયોગના મહત્વ પર ભાર મુકાયો હતો. સરહદ પારના સંબંધોને મજબૂત કરવા માટે યોગદાન આપ્યું છે તેવા વ્યાપારીઓ અને સરકારના પ્રતિનિધિઓનું આ અવસરે અભિવાદન કરવામાં આવ્યું હતું. કેટાલિસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના - સીઇઓ એન્ડ્રુ રોટેગર, એક્વેટેકના ચેરમેન વેન્કી શર્મા, યુએસ એક્ઝિમ ચેર સલાહકાર સમિતિના સભ્ય નાવા અક્કીનેની, અમારા રાજા ગ્રુપના ફાઉન્ડર ચેરમેન ડૉ. ગલ્લા રામચંદ્ર નાયડુ, વરી ગ્રુપના ચેરમેન ડૉ. હિતેશ દોશી, ડાટા વોલ્ટના સી.ઇ.ઓ. રજીત નંદા, સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી ગ્રુપના અમિત જૈન વગેરેને આ અવસરે પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply