આગામી વિધાનસભાની ચૂંટણી માટે તાપી જિલ્લા ખાતે 'વન ડે વન ડિસ્ટ્રીક' કાર્યક્રમની શરૂઆત કરાઈ
Live TV
-
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આજથી ભાજપ દ્વારા દરેક જિલ્લાઓમાં કાર્યક્રમોની શરુઆત કરવામાં આવી છે. જે અંતર્ગત 41 જિલ્લાઓમાંથી આજે તાપી જિલ્લા ખાતે વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમની શરૂઆત ગુજરાત ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો આરંભ આજે બાઇક રેલીથી કરવામાં આવ્યો.
તાપી જિલ્લામાં શરૂ કરવામાં આવેલ વન ડે વન ડિસ્ટ્રીકટ દરમ્યાન જિલ્લાના વિવિધ સમુદાયના લોકો, આગેવાનોને આજે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ મળ્યા હતા. કાર્યકમની સાથે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ કાર્યક્રમની વિગતો આપવામાં આવી હતી. સાથે જ તેમણે આગામી મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવે તેવા સંકેતો આપ્યા હતા. તેઓએ કુપોષણને દૂર કરવા માટે કાર્યકરોને કુપોષિત બાળકોને દત્તક લેવા માટે જણાવ્યું હતું.
