આગામી 24 કલાક બાદ આવતીકાલ થી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓના ભારે વરસાદની શક્યતા
Live TV
-
અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે, આગામી 24 કલાક બાદ આવતીકાલથી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓના ભારે વરસાદની શક્યતા છે. એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 24 કલાક બાદ, એટલે કે એમાં 20 અને 21 ઓગસ્ટના રોજ તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં છૂટાછવાય સ્થળ પર વરસાદી ઝાપટાં વરસી શકે છે. હાલમાં ગુજરાતમાં જરૂરિયાત કરતાં ત્રણ ટકા વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં એક જૂનથી લઈને અત્યારસુધીમાં 19% વધુ વરસાદ નોંધાયો છે. તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જરૂરિયાત કરતા 9% ઓછો વરસાદ થવાથી વરસાદની ઘટ સર્જાય છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતીકાલથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આજે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં ભારે વરસાદની કોઈ વોર્નિંગ જાહેર કરવામાં આવી નથી. તદુપરાંત માછીમારો માટે પણ કોઈ સૂચના જાહેર કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી એક ઓફ શોર ટ્રફ સક્રિય હતો, જેને કારણે ગુજરાતના દક્ષિણ ભાગમાં ભરપૂર વરસાદ નોંધાયો હતો, પરંતુ હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી આ તરફ નિષ્ક્રિય થતાં વરસાદે વિરામ લીધો હતો.રાજસ્થાનમાં દક્ષિણ ભાગમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય હતી, એટલે કે મોન્સૂન ટ્રક ઉત્તર રાજસ્થાન તરફ ખસ્યો છે, જેને કારણે ગુજરાતમાં વરસાદની ઘટ સર્જાય છે.
