આજથી ઉડાન યોજનામાં મુન્દ્રા અને જામનગરનું અમદાવાદ અને હવાઈ માર્ગે જોડાણ
Live TV
-
સરકારના પ્રયાસથી મુન્દ્રા અને જામનગરના અમદાવાદ સાથેના જોડાણથી ત્રણેય શહેરો માટે મોટાપાયે વિકાસની તકો ઉભી થશે
આજથી ઉડાન યોજનામાં મુન્દ્રા અને જામનગરનું અમદાવાદ અને હવાઈ માર્ગે જોડાણ થશે. ગુજરાત સરકાર, ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા RCS સ્કીમ ઉડાનની ત્રિપક્ષીય સમજૂતી અનુસાર આ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે. સરકારના પ્રયાસથી મુન્દ્રા અને જામનગરના અમદાવાદ સાથેના જોડાણથી ત્રણેય શહેરો માટે મોટાપાયે વિકાસની તકો ઉભી થશે. પ્રાદેશિક ઉડ્ડયન આરંભ સાથે સમગ્ર પ્રદેશના વ્યવસાયને વેગ મળશે અને સમયની બચત થશે. અમદાવાદથી મુન્દ્રા ઉપરાંત જામનગર, સુરત, ભાવનગર, મીઠાપુર અને દીવ વચ્ચે હવાઈ સેવા શરૂ થશે