શહેરી વિકાસ યોજના અંગેના સેમિનારમાં મુખ્યમંત્રીએ આપી હાજરી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ સેમિનારનો હેતુ , પ્રધાનમંત્રી મોદીની 2022 સુધીમાં ,મકાન વંચિત પરિવારોને ,પોતિકા ઘર ઉપલબ્ધ કરાવવાની દિશામાં , આગળ વધવા માટેનો હતો
ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે ,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ,શહેરી વિકાસની યોજનાઓ અંગે ,સેમિનાર યોજાયો હતો. જેમાં 21 રાજ્યોના , હાઉસિંગ બોર્ડના અધિકારીઓ ,ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ સેમિનારનો હેતુ , પ્રધાનમંત્રી મોદીની 2022 સુધીમાં ,મકાન વંચિત પરિવારોને ,પોતિકા ઘર ઉપલબ્ધ કરાવવાની દિશામાં , આગળ વધવા માટેનો હતો. 2022 સુધીમાં , દેશના છેવાડાના ,ગરીબ તથા મધ્યમવર્ગીય પરિવારને ,ઘર મળી રહે તે માટે ,આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ,કેવી રીતે આગળ વધી શકાય ,તે અંગે સેમિનારમાં વિવધ મુદ્દાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.