Skip to main content
Settings Settings for Dark

આજથી એક સપ્તાહ સુધી રાજયભરમાં ''વન્યજીવ સપ્તાહ''ની ઉજવણી કરાશે

Live TV

X
  • આજથી એક સપ્તાહ સુધી સમગ્ર દેશ સહિત રાજયભરમાં વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ ગુજરાતમાં વન્યજીવ સપ્તાહને સ્વચ્છતા અભિયાન સાથે જોડવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજયમાં બીજી ઓકટોબરથી આઠમી ઓકટોબર દરમિયાન તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં વન્યપ્રાણી સપ્તાહની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવશે.

    વન્યપ્રાણી સપ્તાહ દરમિયાન વન્યજીવોનું મહત્વ સમજાવાશે. તેમજ રાજયના તમામ અભ્યારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારને 100 ટકા પ્લાસ્ટીક મુકત બનાવવાનું અભિયાન હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં એશિયાઇ સિંહનું એકમાત્ર રહેણાંક ગુજરાતનું ગીર છેલ્લા વસતી ગણતરી અંદાજ મુજબ સિંહોની સંખ્યામાં 29 ટકાનો વધારો થયો છે. ગીધની વિવિધ પ્રજાતિઓની સંખ્યામાં પણ અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. બનાસકાંઠા ખાતે વરૂના સંવર્ધન માટે વરૂ સોફટ રીલીઝ સેન્ટરનો વિકાસ કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply