Skip to main content
Settings Settings for Dark

કૃષિમંત્રી રાઘવજી પટેલે રાજકોટ ખાદી ભંડારની મુલાકાત લઇ ખાદીની ખરીદી કરી અન્યોને ખાદી ખરીદવા કરી અપીલ

Live TV

X
  • રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે ગાંધી જયંતી નિમિત્તે આજે રાજકોટ ખાદી ભંડારની મુલાકાત લીધી હતી. જયાં તેમણે "ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન"ના મંત્રને ચરિતાર્થ કરવા અને ખાદી કારીગરોને પ્રોત્સાહિત કરવા ખાદીની ખરીદી કરી અન્યોને પણ ખાદી ખરીદવા માટે અપીલ કરી હતી. 

    આ તકે, મંત્રીને ખાદી ભંડારના કર્મીઓ દ્રારા સુતરની આંટીથી સન્માનિત કરવમાં આવ્યા હતા. મંત્રીએ ખાદી ભંડારની અન્ય વસ્તુઓને પણ નિહાળી હતી.ખાદીએ સ્વદેશી અભિયાનનું પ્રતીક છે,જેને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ લોકો સમક્ષ સ્વદેશી કાપડ થકી ગ્રામજનોને સ્વરોજગાર માટે દર્શાવ્યું હતું. ત્યારે આજે તેમની જન્મ જયંતી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ''ખાદી ફોર નેશન''ના અભિયાનમાં કૃષિમંત્રીએ આજના યુવાનો પણ જોડાય તે માટે રાજકોટ ખાતે ખાદી ભંડારની મુલાકાત લઈ ખાસ અપીલ કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply