આજથી મેટ્રો રેલ સેવાનો પ્રારંભ
Live TV
-
આજે આટલે કે 2 ઓક્ટોબરના રોજ અમદાવાદના નાગરિકો માટે મેટ્રો રેલ સેવાનો પ્રારંભ થયો છે.
ગત 30 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેટ્રોનો આરંભ કરાવ્યો હતો. હવે આજથી શહેરીજનો માટે ચાલુ કરાઈ છે. સવારથી થલતેજથી વસ્ત્રાલ સુધીની મેટ્રો સેવાનો પ્રારંભ થયો છે. સમય જોવા જઈએ તો સવારે 9 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી મેટ્રો સેવા કાર્યરત રહેશે.
આ સિવાય બીજા રૂટ જોઈએ તો, આગામી 6 ઓક્ટોબરથી વાસણાથી મોટેરો સુધીનો રૂટ શરૂ કરાશે. આ મેટ્રો સેવા શરૂ થવાથી નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ છે.
