Skip to main content
Settings Settings for Dark

ભારતીય વાયુસેના દ્વારા "Know Your Airforce" પ્રદર્શન યોજાયું

Live TV

X
  • અમદાવાદમાં ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના હેડક્વાર્ટર દ્વારા "Know Your Airforce" પ્રદર્શન યોજાયું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. વિવિધ શાળાઓ અને NCCના કેડેટ્સ આ કાર્યક્રમ જોવા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાની વિવિધ એરક્રાફ્ટ, મિસાઇલો, શસ્ત્ર પ્રણાલીઓ, રડાર વગેરેનું, Static પ્રદર્શિત કરવામાં આવ્યું. આ ઉપરાંત, Induction Publicity પ્રદર્શન, Vehicle અને Flying Simulator પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ડિફેન્સ PRO મનીષભાઈએ જણાવ્યું હતું કે આ પ્રદર્શનનો મુખ્ય ધ્યેય, આમ જનતાને માટે વાયુસેનાના શસ્ત્ર સરંજામનું પ્રદર્શનનું છે. એરફોર્સ બેન્ડના સંગીતમય પરફોર્મન્સથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply