આજથી રામદેવપીરની નવરાત્રી શરૂ, પીપળીમાં દર્શન કરવા ઉમટ્યા દર્શનાર્થી
Live TV
-
કોરોનાની મહામારીને કારણે આ વખતે મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારની ગાઈડલાઇનનું ચુસ્ત પાલન
કોરોનાના કહેર સામે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું ત્યારબાદ સરકાર દ્વારા શરતો સાથે વધુ છુટછાટ આપવામાં આવી રહી છે. પવિત્ર યાત્રાધામ તેમજ ધાર્મિક સ્થળો પણ ધીમે ધીમે સરકાર ની ગાઈડ લાઇન મુજબ ખોલવામાં સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે આજથી રામદેવપીરના નવરાત્રી નો પ્રારંભ થઇ રહ્યો છે . ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પીપળીમાં આવેલ રામદેવપીર મહારાજનું મંદિરે આજથી દર્શન કરવા માટે દર્શનાથીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે આ મંદિરમાં પણ સરકાર ની ગાઈડલાઇન મુજબ દર્શનાથી દર્શન કરવા આવી રહ્યા છે. મંદિરના પરિસરમાં રહીને દર્શનાથી દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા મંદિરના ટ્રસ્ટ દ્વારાવકરવામાં આવેલ છે. જેમાં દર્શન કરવા આ આવતા દર્શનાથી સેનેટાઈઝર કરીને તેઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે અને દર્શન કરવા આવનાર વ્યક્તિ ને માસ્ક પહેરીને આવવા દેવામાં આવે છે.મંદિરમાં દર્શન કરવાનો સમય સવારે 7થી રાત્રીના 8-00 સુધીનો રહેશે જેમાં આરતી ના સમયમાં કોઈ દર્શનાથી મંદિરમાં હાજર રહી શકશે નહીં. બહાર મંદિર ના પરિસરમાં રહીને આરતીના દર્શન કરી શકે તે વ્યવસ્થા કરવામાં આવી છે.
