આજના દિવસે ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગનું ગુજરાતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું
Live TV
-
આજે પહેલી મે, એટલે કે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગનું ગુજરાતમાં વિલીનીકરણ કરવામાં આવ્યું હતું. મુંબઇ રાજ્યના એક ભાગ તરીકે ગણાતા ડાંગમાં ઇ.સ.1958 માં લોકલ બોર્ડની સ્થાપના થઇ. લોકલ બોર્ડની ઐતિહાસિક ચૂંટણીના પરિણામ ઉપર એ નિર્ભર કરતુ હતું કે, ડાંગ મહારાષ્ટ્રમાં રહેશે, કે ગુજરાતમાં., ગુજરાતની પેનલ અને મહારાષ્ટ્રની પેનલ વચ્ચે લોકલ બોર્ડની 30 બેઠકોની ચૂંટણી યોજાઇ. જે પૈકી ૨૬ બેઠકો ગુજરાતની પેનલને મળી. નવા રચાયેલા લોકલ બોર્ડમાં પ્રમુખ તરીકે છોટુભાઇ નાયકના સાનિધ્યમાં ડાંગને ગુજરાત સાથે જોડાશે તેવો ઠરાવ થયો. આ ઠરાવના વિરોધમાં ડાંગ જિલ્લા લોકલ બોર્ડના ચાર સભ્યો, કે જેઓ ડાંગ મહારાષ્ટ્ર સાથે જોડાય તેમ ઇચ્છતા હતા, તેમણે સભા ત્યાગ કરી ઉગ્ર વિરોધ કર્યો. આ ખટપટ ઇ.સ. 1960 સુધી ચાલી. દરમિયાન ડાંગના કાર્યકરોએ જવાહરલાલ નહેરૂને મળી ડાંગની પરિસ્થિતિથી તેમને વાકેફ કર્યા. ત્યારબાદ તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ સાથે પણ ચર્ચા કરાઈ અને આખરે ડાંગને ગુજરાતમાં જોડવાનું નક્કી થયું.