આજે અષાઢી બીજનો દિવસ, કચ્છીમાંડુઓનું નવુ વર્ષ , PMએ પાઠવી શુભકામના
Live TV
-
આ નવા વર્ષે દરિયાકાંઠે વસનારા નાવિકો અને માછીમારો પોતાનાં વહાણોને શણગારી, અષાઢી બીજનું દરિયાદેવનું અક્ષત, ચંદન, પુષ્પથી પૂજન કરી, શ્રીફળ વધારે.
ગજ્જણ ગરજે ને મોરલા બોલેં,
મથે ચમકેતી વીજ,હલો પાંજે કચ્છડે મેં,
અજ આવઈ અષાઢી બીજ.
અન્ન વધે, ધન વધે,
શાંતિ ને હેત વધે, વધે દયાભાવ,
નવો વરે આંકે ફળે, હી જ અસાંજો શુભભાવઆજે અષાઢી બીજ ૨૦૧૯ આજના દિવસે કચ્છી માડુ પોતાનું નવું વર્ષ બહુ ઉત્સાહપૂર્વક મનાવે છે. અષાઢી બીજ એટલે કચ્છપ્રદેશનું નૂતન વર્ષ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ટ્વીટ કરી કચ્છીમાંડુઓને કચ્છી ભાષામાં ટ્વીટ કરી શુભકામના પાઠવી છે..પીએમનું આ ટ્વીટ ખૂબ રિટ્વીટ થઈ રહ્યુ છે.. પ્રધાનમંત્રીએ લખ્યુ છે કે
"કચ્છી નયો વરહ અષાઢી બીજ જી મડે ભા ભેણુ કે જજી વધાઈયુ . નયો વરહ આઈ મડે કે સુખ સમૃદ્ધિ અને શાંતિ ડે અને મડેજા મનોરથ પૂરા થીયે એડી મુજી જજી જજી શુભકામના"
આ નવા વર્ષે દરિયાકાંઠે વસનારા નાવિકો અને માછીમારો પોતાનાં વહાણોને શણગારી, અષાઢી બીજનું દરિયાદેવનું અક્ષત, ચંદન, પુષ્પથી પૂજન કરી, શ્રીફળ વધારે. આ દિવસે પ્રત્યેક સતી શૂરાનાં પાળિયાને સિંદુર લગાવીને પૂજન-અર્ચન કરવામાં આવે છે.કચ્છ ગુજરાત, ભારત જ નહી વિશ્વભરમાં વસતા લાખો કચ્છી માડુંઓ અષાઢી બીજીના દિનને નવા વર્ષ તરીકે ભારે રંગચંગે ઉજવે છે.કચ્છીઓમાં અષાઢી બીજનું અનેરૂ મહત્વ છે. કચ્છની ધરા અને મેઘરાજા એટલે કે વરસાદ પણ મહામુલ્ય ગણાય છે. કચ્છીઓને અષાઢી બીજ ઉપર ખુબ જ ભરોસો અને ત્યાં તો કહેવત પડી ગઇ છે. કે અષાઢી બીજ વંડર કા વીજ અહીં એક માન્યતા એવી છે કે જો આ દિવસે મેઘરાજાની પધરામણી થાય તો શુકનવંતુ ગણાય છે..કચ્છ-ભૂજના સાંસદ વિનોદ ચાવડા સહિતના આગેવાનોએ ટ્વીટ કરી કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને નવા વર્ષની શુભકામના પાઠવી છે.






