આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક, ટેકાના ભાવ સહિતના મુદ્દાઓ ચર્ચાશે
Live TV
-
ગુજરાત સરકારની આજે મહત્ત્વની કેબિનેટ બેઠક મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે. આજની કેબિનેટ બેઠકમાં વિભાગીય નિયામક, અધિકારીઓ અને મંત્રી સાથે આવનાર સમયમાં કૃષિ, સિંચાઈ, આરોગ્ય, કાયદો અને વ્યવસ્થા, ખાદ્ય પુરવઠા વિભાગની સમીક્ષા કરીને નવી પ્રજા લક્ષી કામગીરી હાથ ધરવામાં આવશે.
આજની કેબિનેટ બેઠકમાં કર્મચારીઓ અને અધિકારને વિશેષ કામગીરી સોંપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત ચિંતન શિબિર દરમિયાન થયેલી ચર્ચાની નિર્ણાયક જાહેરાતો થઈ શકે છે. આ બેઠકમાં ખાતરની અછત, મગફળી ખરીદીના મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલકાંડ પછી તૈયાર થનારી માર્ગદર્શિકાની ચર્ચા પણ કરવામાં આવશે. E-KYCની સમસ્યા અંગે પણ ચર્ચા થઈ શકે છે. ખાતરની અછત અંગે ખેડૂતોની ફરિયાદ મુદ્દે બેઠકમાં ચર્ચા કરીને વિચારણા કરવામાં આવશે.
