આજે ગુજરાત સ્થાપના દિવસઃ 1 મેના રોજ થઈ ગુજરાતની સ્થાપના, જાણો શું છે ઈતિહાસ?
Live TV
-
1 મે ના રોજ આપણા રાજ્ય ગુજરાતની સ્થાપના કરાઈ હતી. આ પહેલાં ગુજરાત બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતો.
1 મે ના રોજ આપણા રાજ્ય ગુજરાતની સ્થાપના કરાઈ હતી. આ પહેલાં ગુજરાત બૃહદ મુંબઈ રાજ્યનો ભાગ હતો. જે 1960ના વર્ષમાં 1 મેના રોજ અલગ થઈને આપણું ગુજરાત રાજ્ય બન્યું હતું. ત્યારથી 1 મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી થાય છે.
ભારત દેશ આઝાદ થયા બાદ ભાષાના આધારે રાજ્યો બનાવવાની માંગ ઉઠી હતી. જેમાં ગુજરાતને પણ બૃહદ મુંબઈથી અલગ કરીને રાજ્ય બનાવવા માટે મહાગુજરાત ચળવળ શરુ કરાઈ હતી. આ ચળવળમાં ઈન્દુલાલ યાજ્ઞિકે સક્રિય ભુમિકા ભજવી હતી. આ સાથે સનત મહેતા, દિનકર મહેતા, વિદ્યાગૌરી નીલકંઠ, અશોક ભટ્ટ, રવિશંકર મહારાજ, હરિહર ખંભોળજા, શારદાબેન મહેતા, પ્રબોધ રાવલ જેવા આંદોલનકારીઓએ પણ ગુજરાત રાજ્યની માંગ માટે આંદોલન ચલાવ્યું.
આ આંદોલનના ફળ સ્વરુપે વર્ષ 1960માં ભારતની સંસદ દ્વારા બોમ્બે પુનર્ગઠન કાયદો પસાર કરવામાં આવ્યો હતો. જેથી મુજબ બૃહદ મુંબઈ રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં અને 1 મે 1960 ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. લોકસેવક રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યનું ઉદઘાટન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા બન્યા હતા.