Skip to main content
Settings Settings for Dark

આજે દેશનો દરેક ખૂણો આત્મવિશ્વાસથી ભરપૂર છે, જે વિકસિત ભારતની ભાવના અને આત્મનિર્ભરતાની ભાવનાથી છવાયેલો છે : પ્રધાનમંત્રી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, આજે દેશનો દરેક ખૂણો આત્મવિશ્વાસથી ભરપૂર છે, જે વિકસિત ભારતની ભાવના અને આત્મનિર્ભરતાની ભાવનાથી છવાયેલો છે. તેમણે કહ્યું છે કે, 108 નંબરનું મહત્વ અને ઊંડાણપૂર્વકના અભ્યાસનો વિષય છે.

    તેમણે કહ્યું કે, દિવાળી પર રેકોર્ડ બિઝનેસ એ સાબિત કર્યું છે કે દરેક ભારતીય વોકલ ફોર લોકલના મંત્રને મહત્વ આપે છે. શ્રી મોદીએ કહ્યું કે 140 કરોડ ભારતીયોની શક્તિને કારણે આ વર્ષે ભારતે ઘણી વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે અને આ જ વર્ષમાં નારી શક્તિ વંદન કાયદો પસાર કરવામાં આવ્યો જેની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી.

    ચંદ્રયાન-3ની સફળતા પર પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે પણ ઘણા લોકો તેમને તેની સફળતા અંગે સંદેશો મોકલી રહ્યા છે અને લોકો ભારતીય વૈજ્ઞાનિકો, ખાસ કરીને મહિલા વૈજ્ઞાનિકો પર ગર્વ અનુભવે છે. વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શન વિશે તેમના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે આ વર્ષે ભારતીય ખેલાડીઓએ પણ રમતગમતમાં શાનદાર પ્રદર્શન કર્યું કારણ કે તેઓએ એશિયન ગેમ્સમાં 107 મેડલ અને એશિયન પેરા ગેમ્સમાં 111 મેડલ જીત્યા હતા. તેણે કહ્યું કે, ભારતીય ખેલાડીઓએ ક્રિકેટ વિશ્વકપમાં પોતાના પ્રદર્શનથી દરેકના દિલ જીતી લીધા હતા અને અંડર-19 T-20 વિશ્વકપમાં મહિલા ક્રિકેટ ટીમની જીત ખૂબ જ પ્રેરણાદાયી હતી. 

    વધુમાં તેમણે કહ્યું કે જ્યારે પણ આપણે સાથે મળીને પ્રયાસો કર્યા છે, તેની આપણા દેશની વિકાસ યાત્રા પર ખૂબ જ સકારાત્મક અસર પડી છે. તેમણે કહ્યું કે દેશે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અને ‘મેરી માટી મેરા દેશ’ જેવા અભિયાનસફળ રહ્યા. જ્યારે ભારત વિકસિત થશે, યુવાનોને સૌથી વધુ ફાયદો ત્યારે થશે, જ્યારે તેઓ ફિટ હશે. તેમણે ઉમેર્યું હતું કે ભારતના પ્રયાસો દ્વારા, 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું.

    પ્રધાનમંત્રીએ સંબોધનમાં માનસિક સ્વાસ્થ્યનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ એ જાણીને ખૂબ જ ખુશ છે કે મુંબઈ સ્થિત ઈન્ફી-હીલ અને YOUR-Dost જેવા સ્ટાર્ટઅપ્સ માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે કામ કરી રહ્યા છે. સદ્ગુરુ જગ્ગી વાસુદેવ, ક્રિકેટ ખેલાડી હરમનપ્રીત કૌર, ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદ, અભિનેતા અક્ષય કુમાર અને યુવા સ્ટાર્ટ-અપ સ્થાપક રિષભ મલ્હોત્રા જેવા જાણીતા લોકોના અનુભવો પણ વ્યક્ત કર્યા જેઓ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરે છે. 

    તાજેતરના કાશી-તમિલ સંગમ વિશે તેમનો અનુભવ પણ શેર કર્યો હતો જેમાં હજારો લોકો તમિલનાડુથી કાશી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે દિગ્ગજ સાવિત્રીબાઈ ફુલે અને રાણી વેલુ નાચિયારનો પણ ઉલ્લેખ કર્યો જેમની જન્મજયંતિ 3જી જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. તેમણે કહ્યું કે, તેમનું વ્યક્તિત્વ એક દીવાદાંડી જેવું છે, જે દરેક યુગમાં સ્ત્રી શક્તિને આગળ વધારવાનો માર્ગ બતાવતું રહેશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply