આજે મહાશિવરાત્રી, શિવાલયો હર હર મહાદેવની નાદથી ગુંજી ઉઠયા
Live TV
-
મહાશિવરાત્રી ના પાવન પર્વે અરબી સમુદ્ર તટે બિરાજમાન દેશ ના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદીર સતત ૪૨ કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.
મહાશિવરાત્રી ના પાવન પર્વે અરબી સમુદ્ર તટે બિરાજમાન દેશ ના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદીર સતત ૪૨ કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. વિવિધ પુષ્પો અને રોશની ના કલાત્મક અને અલોકીક શણગાર કરાયો છે. તથા ચાર પ્રહર ની વિશેષ પૂજા ઉપરાંત મહામૃત્યુંજય યજ્ઞ, હોમાત્મક લઘુરુદ્ર, જ્યોતપૂજનનું ના વિશેષ આયોજન કરાયું છે. સોમનાથ ટ્રસ્ટ, સંસ્કાર ભારતી અને ગુજરાત સરકાર ના સયુંકત ઉપક્રમે પ્રથમ વાર સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં ભવ્ય રાષ્ટ્રીય લોકરંગ મહોત્સવની કાર્યક્રમ યોજાયો છે.પ્રથમ વાર દેશ ના મોટાભાગના રાજ્યો ના 500 થી વધુ કલાકારો સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં પોતાની કલા દ્વારા મહાદેવ ની આરાધના કરશે.
