Skip to main content
Settings Settings for Dark

નર્મદાના પાંડોરી માતાના મંદિરે યોજાયો મેળો

Live TV

X
  • નર્મદા જિલ્લામાં આવેલું દેવમોગરા ખાતેનું પાંડોરી માતાનું મંદિર આદિવાસીઓ માં અનોખી આસ્થા ધરાવે છે પાંડોરી માતા આદિવાસીઓ ની કુળદેવી ગણાય છે પરંતુ આ દેવી ની વિશેષતા એ હોય છે કે આજના શિવરાત્રી ના દિવસે આ વિસ્તાર માં શિવ નહિ પણ શક્તિ ની પૂજા થતી હોય છે નર્મદા જિલ્લામાં અનાદિકાળથી યોજાતો દેવમોગરાનો ધાર્મિક મેળો અલગ રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

    નર્મદા જિલ્લામાં આવેલું દેવમોગરા ખાતેનું પાંડોરી માતાનું મંદિર આદિવાસીઓ માં અનોખી આસ્થા ધરાવે છે પાંડોરી માતા આદિવાસીઓ ની કુળદેવી ગણાય છે પરંતુ આ દેવી ની વિશેષતા એ હોય છે કે આજના શિવરાત્રી ના દિવસે આ વિસ્તાર માં શિવ નહિ પણ શક્તિ ની પૂજા થતી હોય છે નર્મદા જિલ્લામાં અનાદિકાળથી યોજાતો દેવમોગરાનો ધાર્મિક મેળો અલગ રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આ દેવમોગરા, નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળાથી આશરે ૬૦ કિમીના અંતરે સાગબારા તાલુકામાં આવેલું છે. સાતપુડા પર્વતની તળેટીમાં વસેલા સાગબારા તાલુકાના ગીચ જંગલ વિસ્તારમાં હરિયાળી વનરાજી વચ્ચે દેવમોગરા ખાતે આદિવાસી સમાજના કુળદેવી શ્રી પાંડુરી માતાજીનું પૌરાણિક  ધાર્મિક સ્થળ છે મહા શિવરાત્રીએ દેવમોગરા ખાતે ખાસ આદિવાસી લોક  મેળો  યોજાય છે. જેમાં જિલ્લાના સ્થાનિક લોકો ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરે પડોશી રાજ્યોના શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં આવી મેળાની મોજ માણે છે  અહીં પાંડોરી માતા ના મેળા મા ગુજરાત સહીત  અન્ય રાજયો માંથી  લાખો આદિવાસી શ્રઘ્ઘાળૂએા આવે છે  અને બાઘા આખળી પુરી કરે છે   શક્તિ ની આરાધના સમો પાંડોરી માતા નો પાંચ દિવસનો હોય છે અહીં  આદિવાસીઓ નૈવેદ્યમાં નવા વાંસમાંથી બનાવેલ ટોપલીમાં નવું ઉગેલું અનાજ સહીત જે માન્યતા માની હોય તે ચીજ લાવે છે અને પરંપરાગત પૂજન અર્ચન કરે છે પ્રસાદ રૂપે મળેલ ધાન્ય ને અનાજ ના કોઠાર માં રાખવાથી બારે માસ અનાજ ખૂટતું નથી તેવી અહીંના આદિવાસીઓ ની માન્યતા છે 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply