મુખ્યપ્રઘાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઇ ઉચ્ચસ્તરીય બેઠક
Live TV
-
અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમગ્ર આયોજનને આખરી ઓપ આપ્યો હતો.
અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાતને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમગ્ર આયોજનને આખરી ઓપ આપ્યો હતો. મુખ્યમંત્રીએ મોટેરા સ્ટેડિયમમાં આયોજિત 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ સંદર્ભમાં સ્ટેડિયમમાં બેઠક વ્યવસ્થા તેમજ સ્ટેડિયમ સુધી પહોચવા માટે વાહન વ્યવહાર, ટ્રાફિક નિયંત્રણ અંગેની તલસ્પર્શી વિગતો વરિષ્ઠ સચિવો પાસેથી મેળવી હતી તેમજ તેમને જરૂરી માર્ગદર્શન પણ આપ્યુ હતું. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ બેઠકમાં ઉપસ્થિત રહીને મુખ્યમંત્રીને સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ સંદર્ભમાં મહાનુભાવોના જવા-આવવાના તેમજ રોડ શો ના માર્ગના ટ્રાફિક નિયમનસહિતની વ્યવસ્થાઓથી માહિતગાર કર્યા હતા
