આજે માધવસિંહ સોલંકીના સંપૂર્ણ સન્માન સાથે અંતિમ સંસ્કાર થશે
Live TV
-
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું ગઈકાલે 94 વર્ષની વયે નિધન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના અનેક દિગ્ગજોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારે આજે સંપૂર્ણ સન્માન સાથે માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જેમાં કોંગ્રેસ અને ભાજપ સહિતના અન્ય રાજકીય પક્ષોના અગ્રણીઓ હાજર રહેશે. માધવસિંહ સોલંકીના અવસાનથી ગુજરાતને એક મોટી ખોટ પડી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના અવસાન પર એક દિવસના રાજકીય શોકની પણ જાહેરાત કરી છે.
