Skip to main content
Settings Settings for Dark

ધોરાજીમાં કરાયો કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

Live TV

X
  • આ કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ રમેશ ધડૂક, મ્યુનિસ્પિલ ફાયનાન્સ બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન તેમજ PGVCLના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

    ગુજરાતના ધોરાજીમાં સ્થાનિક ખેડૂતોને દિવસ દરમિયાન પૂરતી વીજળી મળી રહે તે હેતુંથી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ રમેશ ધડૂક, મ્યુનિસ્પિલ ફાયનાન્સ બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરી તેમજ PGVCLના અધિકારી- પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કિસાન સૂર્યોદય યોજના પાછળ ખર્ચાયેલી રકમ અંદાજિત 3 હજાર 600 કરોડ રૂપિયાની જેટલી છે. આ યોજના અંતર્ગત ગુજરાતમાં આશરે 3 હજાર 500 કિલોમીટર જેટલી લાંબી વીજલાઈન ઉભી કરવામાં આવશે, જે થકી ગુજરાતના છેવાડાના ગામડાઓ સુધી વીજળી ઉપલબ્ધ કરવામાં આવશે. સાથે જ આ યોજના થકી ગુજરાતના અનેક ગામડાઓના ખેડૂતોને સવારે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી વીજળી ઉપલબ્ધ કરવામાં આવશે. દિવસ દરમિયાન વીજળી મળતા રાજ્યના ખેડૂતોના હવેથી દિવસે પણ પિયત કરી શકશે. સાથે જ ખેતરોમાં પિયત કરવા માટે રાત્રિ ઉજાગરા બંધ થશે અને રાત્રિ દરમિયાન ખેતરોમાં જે ભય સાથે કામ કરતા હતા તેમાં મોટી રાહત મળશે. ખેડૂતોના હિતમાં શરુ કરેલી આ યોજનાથી રાજ્યના અનેક ખેડૂતોને રાહત મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply