Skip to main content
Settings Settings for Dark

રાજ્યના તમામ પ્રાણી સંગ્રહાલયના પક્ષીઘરને બંધ કરવાનો સરકારે આપ્યો આદેશ

Live TV

X
  • વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગઈકાલથી વડોદરા કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં આવેલા પક્ષી ઘરને બંધ કરી દેવામાં આવ્યુ છે

    દેશભરમાં બર્ડ ફ્લૂની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં આવેલા પ્રાણી સંગ્રહાલયના પક્ષીઘરને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગરપાલિકાએ ગઈકાલથી વડોદરા જિલ્લામાં કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં આવેલા પક્ષી ઘરને બંધ કરી દેવામાં આવ્યુ છે. વન સંરક્ષણ વિભાગે વડોદરા મહાનગરપાલિકાને પ્રાણી સંગ્રહાલય અને પક્ષી ગૃહમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ મૂકવા પરિપત્ર પણ પાઠવ્યો હતો. રાજ્ય વન વિભાગના વાઈલ્ડ લાઈફ વોર્ડને તમામ કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે કે, બર્ડ ફ્લૂ રોગ લોકોમાં પણ ફેલાવવાની શક્યતા હોવાથી તકેદારીના ભાગરૂપે પ્રાણી અને પક્ષી સંગ્રહાલય બંધ રાખવા જરૂરી છે તેમજ બીજી સૂચના સુધી આ સૂચના અમલમાં રહેશે. વડોદરાના પક્ષી ઘરમાં 61 પ્રજાતિના 700થી વધુ પક્ષી છે. ત્યારે પ્રાણી સંગ્રહાલયના પક્ષી ઘરને બંધ કરીને તમામ પક્ષીઓનું તંત્ર દ્વારા પરીક્ષણ કરીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply