Skip to main content
Settings Settings for Dark

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદરની મુલાકાતે

Live TV

X
  • રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા વિવિધ વિસ્તારોમાં જનસભા અને ડોર ટુ ડોર મતદારોને રીઝવવા પ્રયાસ થઈ રહ્યો છે..આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદરની મુલાકાતે છે. જ્યાં જિલ્લાના પદાધિકારીઓ સાથે બૃહદ બેઠક કરશે અને લોકસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય થાય તે માટે જરુરી માર્ગદર્શન આપશે.

    તો સાથે જ પોરબંદર જિલ્લાના સામાજિક અગ્રણીઓ સાથે પણ સંવાદ કરશે.તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ આજે અમરેલી, વડોદરા અને સુરતનો પ્રવાસ કરશે. અમરેલીમાં જિલ્લા બુથ સંમેલનને સંબોધન કરશે. જ્યારે બપોરે વડોદરામાં મધ્ય ગુજરાત સોશિયલ મીડિયા મીટમાં ભાગ લેશે. સાંજે સુરતમાં બિઝનેસ સંગઠનના આગેવાનો સાથેના એક કાર્યક્રમમાં ભાગ લેશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply