Skip to main content
Settings Settings for Dark

વરસાદની આગાહીને પગલે સંભવિત ખેતપેદાશોને નુકસાનથી બચાવવા તકેદારીના પગલા લેવા ખેડૂતોને કૃષિ વિભાગે કરી અપીલ

Live TV

X
  • 3 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી જેને લઈ ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી

    હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારમાં 13 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. જે બાબતે ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે પગલાં લેવા લેવા જિલ્લા ખેતિવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.

    જે મુજબ ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. તેમજ જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. તદુપરાંત એ.પી.એમ.સી.માં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરાયો છે.

    એ.પી.એમ.સી.માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે લઇ જવાતી પેદાશો શક્ય હોય તો આ દિવસો દરમિયાન વાતાવરણનું નિરિક્ષણ કરી ટાળવી અથવા સુરક્ષિત રાખવી અને બિયારણ, ખાતર, વગેરે જેવી ખેત સામગ્રીના ઇનપુટસ ડીલરોએ ગોડાઉન સુરક્ષિત રાખવા પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply