રાજ્યમાં વધ્યો ગરમીનો પ્રકોપ, કચ્છમાં ત્રણ દિવસ હિટવેવની આગાહી
Live TV
-
13,14 અને 15 એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગે સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી
રાજ્યમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં આજથી ગરમીમાં વધારો થશે. અમદાવાદનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જશે તો ગાંધીનગરમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન રહેશે. સૌરાષ્ટ્ર દરિયાકાંઠના વિસ્તારમાં અકળામણ અનુભવાશે. સાથે જ હવામાન વિભાગે રાજ્યમાં આકરા તાપ સાથે 13થી 15 એપ્રિલ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. 13 એપ્રિલે વલસાડ, નવસારીમાં, 13 એપ્રિલે સુરત, ગીર સોમનાથમાં, 14 અને 15 એપ્રિલે છોટાઉદેપુર, દાહોદમાં, 14 અને 15 એપ્રિલે નર્મદા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઇ છે.