આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળી કેબિનેટની બેઠક
Live TV
-
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી.આ બેઠકમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ચર્ચા થઈ હતી.આ ઉપરાંત તમામ મંત્રીઓ અને અધિકારીઓએ બજેટ સત્રને લઈને કામગીરીને અંતિમ ઓપ આપવાની સમીક્ષાઓ કરી હતી.દરેક જિલ્લા, શહેર અને મહાનગરોમાં ચોમાસુ એક્શન પ્લાન અંગે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો મગફળી કાંડના તપાસના અહેવાલ અંગે ગૃહ વિભાગ, અને કૃષિ વિભાગના મંત્રી તથા અધિકારીઓ સાથે પણ આ કેબિનેટ બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
