Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

Live TV

X
  • વરસાદી માહોલમાં નાના ભુલકાઓએ છબછબીયા માર્યા .સાવરકુંડલામાં વાવણી બાદ પહેલો વરસાદ થતા ખેડૂતો ખુશ થયા. છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા.

    સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી ભાવનગર, બોટાદ, અમરેલી, જામનગર, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં હેત વરસાવ્યો હતો. તો અમદાવાદમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી.અને શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. તો છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની ધમકેદાર એન્ટ્રી બાદ અને ઉપરવાસ મધ્યપ્રદેશમાં પણ વરસાદ વરસતા છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે. મધ્યપ્રદેશથી નીકળતી ઓરસંગ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં 150 કિમિ અંતર કાપી વડોદરાના ચાંદોદ ખાતે નર્મદા નદીમાં ભળે છે. ઓરસંગ નદીમાં પાણી આવતા લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે ત્યારે નગર સહિત જિલ્લાની પાણીની સમસ્યામાંથી લોકોને રાહત મળશે.

    ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ચોમાસાની અસર પરિવહન પર ચોક્કસ થાય છે અને ચોમાસામાં પૂર કે ભારે વરસાદ જેવા વિકટ સંજોગોમાં ગ્રામ્ય વિસ્તારમાં પરિવહન માટે અગત્યની ગણાતી એસ.ટી.સેવા બંધ કરવી પડતી હોય છે. જોકે ચાલુ વર્ષે અંબાજી એસ.ટી ડેપો ના પ્રિમોન્સૂન પ્લાન મુજ્બ એક પણ રૂટ બંધ નહીં કરવામાં આવે તેમ ડેપો મેનેજરે જણાવ્યું હતું. અંબાજી અને આસપાસમાં મોટા ભાગ ના વિસ્તારોમાં નવા રોડ અને પુલના કામોનું નિર્માણ કરી દેવાતા અંબાજી ડેપોના તમામ રૂટો ઉપર નિયમિત પણે બસો દોડાવવામાં આવશે. વરસાદમાં રસ્તો તૂટવાની કે અન્ય કોઈ ઘટના બને તો તેના માટે 24 કલાક એસ.ટી ના કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. જેથી મુસાફરોને મુશ્કેલી ન પડે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply