સુરતની આયુષી દેસાઇએ નેવીમાં સામેલ થઇને સુરત જિલ્લાનું વધાર્યુ ગૌરવ
Live TV
-
સમગ્ર ભારતમાંથી 800 ઉમેદવારોમાંથી આયુષીની પસંદગી થઈ છે. નેશનલ જીમ્નાસ્ટિક પ્લેયર રહી ચૂકેલી આયુષીએ સબ લેફ્ટન્ટની પોસ્ટ મેળવી દેશની દિકરીઓને સૈન્યમાં જોડાવા પ્રેરણા આપી છે.
સુરતની આયુષી દેસાઇ નામની યુવતીએ નેવીમાં સામેલ થઇને સુરત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. નેશનલ જિમ્નાસ્ટિક પ્લેયર આયુષી ભારતીય નૌ સેનામાં હવે સબ લેફટન્ટના પદ સાથે નેવલ આર્કિટેકચર તરીકે ઓળખાશે. આ ઇન્ટરવ્યૂમાં આયુષી ભારતભરના 800 ઉમેદવારોમાંથી પસંદગી પામી હતી. આયુષીએ જણાવ્યું હતું કે જૂલાઇ મહિનામાં તે કેરલ નેવલ એકેડમી ખાતે નેવીની તાલીમ લેવા રવાના થશે. આયુષીએ મેળવેલી આ સિદ્ધીથી તેના માતાપિતા તેમજ પરિવારજનોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. દીકરીઓને ભણાવી ગણાવીને આગળ વધવાની પ્રેરણા આપવામાં આવે તો તેઓ જરૂર નોંધપાત્ર સફળતા મેળવે છે તે બાબત આયુશીએ સુપેરે પોતાની કારર્કિર્દી દ્વારા જણાવી છે.
